નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં બેલદા ગામના રીનાબેન ફતેસીં ભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર, ગામની આંગણવાડી ખાતે નિરંજનાબેન મિનેશભાઇ વસાવા(ઉં.વ.૩૯)એ તેના પતિ મિનેશભાઇ દેડીયાપાડા જતા હોય એ તેને સાથે નહીં લઇ જતા તેનું મનદુ:ખ થતા બેલદા ગામની આંગણવાડીના કંમ્પાઉન્ડમાં જઇ રમત ગમતના હિચકાના સ્ટેન્ડ સાથે ઓઢણી બાંધી પોતાની જાતે ગળે ફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application