Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંત૨રાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે ગારદા ગામનાં યુવાનોએ સફાઈ અભિયાન હાથ ધરી

  • September 28, 2021 

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા ગામમાં આંત૨રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણીના ભાગરૂપે ગામના યુવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગારદાનાં નિશાળ ફળિયાથી લઇ ગામની બહાર આવેલ હનુમાનજીનાં મંદિર સુધીનો માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો, જેથી તમામ રાહદારીઓને અગવડ ન પડે તે માટે ગામના જાગૃત યુવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આમ, ઉજવણીનાં ભાગરૂપે બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સ્વચ્છ ભારત અભિયાનને ગારદાનાં યુવાનો દ્વારા ગારદા ગામમાં નિશાળ ફળિયાથી લઈને હનુમાનજીનાં મંદિર સુધીનો માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો. રોડ પર આવતા, ઝાડી- ઝાખરાઓ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application