ડેડીયાપાડાનાં સુરત જિલ્લાની સરહદે આવેલા એક ગામમાં બાળ લગ્ન અટકાવવા માટેની મળેલી ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-સમાજ સુરક્ષા અધિકારી નર્મદા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નર્મદા દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પ્રોટેકશન હેઠળ ગત તા.12 મે 2022ના રોજ રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જોકે લગ્ન કરનાર છોકરા છોકરીના ઉંમરના આધાર પુરાવા ચકાસણી કરતાં લગ્ન કરનાર છોકરીની ઉંમર 18 વર્ષ 04 માસ જણાતા છોકરી પુખ્ત વયની હોવાથી લગ્ન લાયક ઉંમર જણાઈ આવેલ હતી.
પરંતુ લગ્ન કરનાર છોકરાની ઉંમર ચકાસણી કરતા તેની ઉંમર 20 વર્ષ 2 માસ જણાઈ આવેલ હતી જે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત લગ્ન કરનાર છોકરાની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. આથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતાં પહેલા જો લગ્ન થાય તો તે ગેરકાયદેસર લગ્ન ગણી તેઓની સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે.
આમ, બંને પક્ષે વાલી વારસદારોને સમજાવી લગ્ન મોકૂફ રાખવા જણાવવામાં આવેલ હતું. છોકરા પક્ષે તેમના વાલીને કાયદા અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા નોટિશ આપવામાં આવેલ હતી. છોકરા છોકરી દેડીયાપાડાના વતની હોય પરંતુ લગ્ન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં એક ગામમાં રાખવામાં આવેલા હોય સુરત જિલ્લાના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને પણ આ બાબતે જાણ કરી ઉમરપાડા ખાતે બાળ લગ્નના થાય તે અંગે નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500