Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Investigation : કારમાં આગ લાગતાં લાખોનું નુકશાન, પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી

  • October 29, 2022 

નર્મદાનાં નાંદોદ તાલુકાનાં કુવરપરા ગામ પાસે કારમાં આગ લાગતાં અંદાજે 4 લાખનું નુકશાન થતાં પોલીસે નોંધી લીધી હતી. બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાનાં વતની અરવિંદભાઈ મનસુખભાઈએ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ તથા તેમના પત્ની તથા દીકરી ઘરેથી કેવડીયા ખાતે સાસરીમાં જવા માટે મિત્રની સ્કોડા રેપીડ ગાડી લઈને ઘરેથી નિકળેલા અને અંકલેશ્વર થઈ રાજપીપળા નજીક કુવરપરા ગામના પેટ્રોલપંપ નજીક રોડ પર બપોર સમયે કારમાં અચાનક વાઈરીંગના સળગવાની વાસ આવતા અમે ગાડી ઉભી રાખી દીધેલી અને બોનેટમાંથી ધુમાડો નિકળતા લાગી હતી. જેથી અમે જલ્દીથી ચાવી બંધ કરી નીચે ઉતરી ગયા હતા.




જોકે આ આગની ઘટના જોત જોતામાં વધી ગઈ હતી અને બાજુમાં આવેલા પેટ્રોલપંપ વાળા માણસોએ ફાયર બ્રીગેડને ફોનથી જાણ કરી અને પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ થોડીવારમાં ફાયર બ્રીગેડ તથા પોલીસ આવી પહોંચી હતી. તે દરમિયાન કાર સંપુર્ણ સળગી ગયેલી હતી અને ફાયર-બ્રીગેડ વાળાએ ગાડીને ઓલવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે રાજપીપળા પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application