નર્મદાના સાગબારા તાલુકાના છેવાડાના તાપી નદીના કિનારે આવેલ મોટી દેવરૂપણ ગામને જોડતો એપ્રોચ રસ્તો સાવ બિસ્માર બની જતા ગ્રામજનોએ ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ તંત્રને ગ્રામજનોની ફરિયાદો સંભળાતી જ નથી. જયારે ગામને જોડતો એપ્રોચ રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર અવસ્થામાં છે. મોટી દેવરૂપણ ગામ તાપી નદીના કિનારે વસેલું છે. હાલ ચોમાસામાં તાપી નદીના પાણી ગામ સુધી આવી જાય છે. તો બીજી તરફ ગામમાં આવવાનો એપ્રોચ રસ્તો છેલ્લા કેટલાક સમયથી સાવ બિસ્માર અવસ્થામાં હોઈ ગ્રામજનોએ ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર સમક્ષ ગ્રામજનોએ વારંવારની રજુઆતો કરી હોવા છતાં અધિકારીઓને ગ્રામજનોની ફરિયાદ સંભળાતી નથી ને કાને અથડાઈ પરત આવી જાય છે.
હાલ ચોમાસાની ઋતુ હોઈ ડીલીવરી કે બીમારી જેવા કિસ્સાઓમાં આરોગ્યલક્ષી સેવાઓ મળતી નથી. ગ્રામજનોનું કહેવું એ પણ છે કે, ગુજરાતની ભાજપ સરકાર આદિવાસી વિસ્તારોમાં વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ અહીંની પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. ગામમાં પ્રવેશવાનો માર્ગ વર્ષોથી બિસ્માર હોવા છતાં વારંવારની રજુઆતોનું કોઈ નિરાકરણ આવતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application