ડેડીયાપાડાના ચીકદા ગામે પેટ્રોલ પંપ ખોલવા તેમજ રજીસ્ટ્રેશનનું જણાવી અલગ-અલગ અકાઉન્ટમાં મહેન્દ્રભાઈ વસાવા એ રૂપિયા 27 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પણ વેપારીને પેટ્રોલ પંપ ન ખોલી આપતા તેમને ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઇન્ડિયન ઓઈલ કંપનીની પેટ્રોલ પંપ ચાલુ કરવાની જાહેરાત જોઈ મહેન્દ્રભાઈ સોનજીભાઈ વસવાએ ઓનલાઈન અરજી કરી હતી. જે અરજી કર્યા બાદ એક મોબઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન તેમજ એન.ઓ.સી., સહિતનો ચાર્જ કહીને રૂપિયા 27 લાખ મહેન્દ્રભાઈએ આરોપીઓના ખાતામાં જમા કરાવ્યા હતા છતા આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરતા અને મહેન્દ્રભાઈ પાસે વધુ સગવડ ન હોય રૂપિયા ન આપી શકતા હોવાનું જણાવ્યું હતું જેથી મહેન્દ્રભાઈ એ રૂપિયાની માંગણી કરતા આરોપીઓએ ઉપરની ઓફિસમાં કાર્યવાહી ચાલુ છે તેમ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ આરોપીઓ મહેન્દ્રભાઈના સપર્કમાં ન રહેતા મહેન્દ્રભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટેકનીકલ ટીમે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application