નર્મદા જિલ્લા કલેક્ટરે કેટલા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે જેમાં પ્રવાસીઓ એક દિવસ માટે રોકાતા હોય કે ભાડુઆતે ઘર ભાડુઆત ને આપવાનું હોય કે કોઈને વેચવાનું હોય તેની વિગતો રાખી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવી. જેથી જિલ્લામાં સુરક્ષાને લઈને તકેદારી રાખી હતી. નર્મદામાં પણ પ્રવાસીઓની અવરજવર વધુ હોય કોણ કેવી વ્યક્તિ આવે છે અને હોટલમાં રહે છે તે બાબતની તપાસ માટે એસઓજી નર્મદાના પી.આઇ કે.ડી જાટની ટીમે વાવડી ગામે ઓમ ગૌરી હોટલમાં ચેકીંગ કરતા સોફ્ટવેરનો આઈ.ડી. તથા પાસવર્ડ આપી માહિતી ચેક કરતા ચાલુ માસે રીશેપ્શસન કાઉન્ટર ઉપર મુકેલ રજીસ્ટરમાં 1 થી 17 સપ્ટેમ્બર 21 સુધીની મુસાફરોના 34 નામો નોંધ કરવામાં આવેલ હોવા છતાં તેમના પથિક સોફટવેરમાં એકપણ એન્ટ્રી ઓનલાઇન નહિ કરી તેમજ પોતે નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહિ કરતા વાવડી ગામે રહેતા મેનેજર નિલકંઠ જીતેંદ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application