Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્રીને ઈજા

  • February 05, 2021 

નાંદોદ તાલુકાના માંગરોલ ગામથી રાજપીપળા કોલેજની પરીક્ષા આપવા મોટર સાઈકલ ઉપર આવતા પિતા-પુત્રીને ફોર વ્હીલ ગાડી એ પાછળથી ટક્કર મારતા બંનેને ઇજાઓ થઈ હતી.

 

 

પ્રવિણભાઇ મોહનભાઇ રોહિત રહે,માંગરોલ તા.નાંદોદની ફરિયાદના આધારે, પ્રવિણભાઇ તથા તેમની દીકરી હિરલબેન પોતાની મોટર સાઈકલ નંબર જીજે/22/ઈ/2243 ઉપર હિરલબેનની કોલેજની પરીક્ષા હોવાથી માંગરોલ ગામેથી રાજપીપળા આવવા નીકળેલ હતા.

 

 

તે દરમિયાન વાવડી ચોકડી પાસે મોટર સાઈકલને પાછળથી એક ફોર વ્હીલ ગાડીના ચાલકે ગાડી પૂરઝડપે અને ગફલતભરી હંકારી લાવી પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જી પિતા-પુત્રીને ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન લઇ ફોર વ્હીલ ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી  હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application