નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પાસેના એક ગામ માંથી એક પરિવારનો 181 મહિલા હેલ્પલાઇનમા કોલ આવેલ કે તેમના પરિવારની દીકરી સગર્ભા થતા યુવકે તરછોડતા મુશ્કેલીમા મુકાયા છે જેમાં મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ રાજપીપલા તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતી સાથે ચર્ચા કરતા શારીરિક દુષ્કર્મનો ભોગ બનેલ હોય ગંભીર ગુનો હોઈ પીડિતાને ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમા રજૂ કરી ફરિયાદ અપાવવામાં આવેલ છે. બનાવ અંગે આગળની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે.
મળતી માહિતી મુજબ, યુવતીની ઉંમર 17 વર્ષની આજુબાજુ છે જે ગામના યુવક સાથે પરિચયમા આવેલ હતી જેથી યુવકે તેને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધતા તે સગર્ભા બનેલ જેથી યુવતીનો પરિવાર ચિંતામા મુકાયો હતો અને તેથી યુવકના માતા-પિતાનો સંપર્ક કરી દીકરી તેમના દીકરા સાથે ના સંબંધોથી માતા બનવાની છે જેથી તેનો સ્વીકાર કરવા જણાવ્યું હતું. જ્યાં યુવક અને તેના માતા-પિતાએ યુવતીને અપનાવવાની ના પાડતા પરિવાર ને આગળ મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી આપવીતી જણાવી હતી. યુવતી શારીરિક શોષણનો ભોગ બનેલ હોય તેમ જણાઈ આવતા અને યુવતીને આગળની કાર્યવાહી માટે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમા રજૂ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application