નાંદોદ તાલુકાના ઉમરવા-નાવરા ગામના રસ્તા પરથી દેશી બનાવટની 2 બંદુક સાથે 3 ઈસમોને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના પોલીસ વડાએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોને પકડી પાડવા આપેલા સુચના મુજબ આમથેલા પોલીસ સ્ટાફના માણસો ઉમરવા ગામથી નાવરા ગામ તરફ જતા રસ્તા ઉપર પ્રોહી. નાકાબંધીમાં હાજર હતા. તે દરમિયાન એક મોટરસાઈકલ ઉપર 3 ઈસમો શંકાસ્પદ હાલતમાં આવતા મોટરસાઈકલના ચાલકને રોકવા ઈશારો કરતા બાઈક ઉભી નહિ રાખી નાવરા ગામ તરફ હંકારી જતા તેનો પીછો કરી પકડી પાડી તેમને ચેક કરતા ઝઘડિયા તાલુકાના મોહળીખાંચના પ્રકાશભાઈ નહેરૂભાઈ વસાવા, દિલીપ ભાઈ લક્ષ્મણભાઈ વસાવાર અને પૂનમભાઈ સુરેશભાઈ વસાવાના ઓની પાસેથી લાયસન્સ વગર 2 દેશી હાથ બનાવટની સિંગલ બેરલ બંદુક જેની કીંમત રૂપિયા 2000/- તેમજ 35 ગ્રામ જેટલું દારૂખાનું, નાના-મોટા છરા 2 નંગ, 2 નંગ મોબઈલ ફોન અને ચાર્જીંગ બેટરી 2 નંગ તથા એક મોટરસાઈકલ આમ કુલ મળી 24,800/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application