Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડાના ગાજરગોટા ગામેથી વિસ્ફોટકો સાથે 3 ઈસમો ઝડપાયા, 1 વોન્ટેડ

  • September 07, 2021 

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોની માહીતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના તેમજ માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેકટર તથા તેમના  સ્ટાફને મળેલ બાતમીના આધારે ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામેથી ગેરકાયદેસર વિસ્ફોટક મુદ્દામાલ જીલેટીન સ્ટીક નંગ-09 તથા ડીટોનેટર નંગ-14 તેમજ 2 સેફ્ટી ફ્યુઝ (જામગરી) ના ટુકડાઓ મળી કુલ રૂપિયા 10 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ રાકેશ કરણસિંગ ગોવાળ, દિલીપ નગીન વસાવા અને દિનેશ સીંગા વસાવાને પકડી પાડ્યા હતા જયારે મુદ્દામાલ આપનાર મુકેશ રામસીંગ વસાવાને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application