Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે ગામોનાં ખેતરમાંથી 2.40 લાખના ડ્રિપ ઇરીગેશનનાં પાઇપો ચોરાયા

  • February 14, 2021 

નાંદોદ તાલુકાનાં શહેરાવ તથા નીકોલી ગામેથી ખેતરમાંથી રૂપિયા 2,40,000/-ની ડ્રિપ ઇરીગેશનની પાઇપો ચોરી થતા, ખેડૂતોમાં ભય જોવા મળ્યો છે. ડ્રિપ ઇરીગેશનની પાઇપોની ચોરીના વધતા બનાવોથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.

 

 

 

શહેરાવ ગામના અર્જુનસિંહ ખુમાનસિંહ બારડના ખેતરના શેઢા પર મુકેલી રૂપિયા 2,10,000/-ની ડ્રિપ ઇરીગેશન ની પાઇપોની ચોરી થઈ છે અને આજ રીતે અન્ય બનાવ નિકોલીના અશ્વિનભાઈ શંકરભાઈ પટેલના ખેતર નિકોલી ગામે કાંદરોજ અને સિસોદ્રા ગામની સીમમાં આવેલ ખેતરના સેઢા ઉપર ડ્રીપ ઈરીગેશનની પાઇપો બંડલ નંગ-25 જેની કિંમત રૂપિયા 30,000/-ની ચોરી થઈ હતી.

 

 

 

આ ઘટના અંગે અર્જુનસિંહ ખુમાનસિંહ બારડ અને અશ્વિનભાઈ શંકરભાઈ પટેલની ફરિયાદના આધારે રાજપીપળા અને આમલેથા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application