Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NIAએ પંજાબનાં મોગા, જલંધર, ગુરદાસપુર, મોહાલી, પટિયાલામાં અને હરિયાણાનાં કુરુક્ષેત્ર તથા યમુનાનગરમાં NIAનાં દરોડા

  • November 23, 2023 

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 19 માર્ચ, 2023 અને 2 જુલાઇ, 2023ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજય દૂતાવાસની ઇમારતમાં આગ ચાંપવા અને હુમલા કરવા પાછળના સમગ્ર કાવતરાની તપાસ માટે પંજાબ અને હરિયાણામાં 14 સ્થળોએ દરોડા પાડયા હતાં. પ્રવકતાએ જણાવ્યું હતું કે, જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તે સ્થળો ઉત્તર ભારતમાં આવેલા છે.



NIAએ પંજાબના મોગા, જલંધર, ગુરદાસપુર, મોહાલી અને પટિયાલામાં દરોડા પાડયા હતાં. હરિયાણાના કુરુક્ષેત્ર અને યમુનાનગરમાં પણ NIAએ દરોડા પાડયા હતાં. NIAએ જણાવ્યું હતું કે, આ તપાસનો ઉદ્દેશ હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવાનો છે. આ ઉપરાંત NIAએ ભારતીય વિરોધી તત્ત્વોને કડક સંદેશ આપવા માગે છે. ઉલ્લેખનીય છે કે, NIAની ટીમે ઓગસ્ટ, 2023માં સાન ફ્રાન્સિસ્કોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ કોન્સ્યુલેટ પર થયેલા હુમલાની તપાસ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, 2 જુલાઇના રોજ સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ પર ખાલિસ્તાની સમર્થકોએ હુમંલો કર્યો હતો. કેનેડામાં અલગતાવાદી ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ) વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી આ હુમલો કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application