Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાબાર્ડના સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજરના હસ્તે સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લિ.ના ફટાકડાના સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું

  • November 09, 2023 

ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ બૅન્ક(નાબાર્ડ) અને ઈફકો કિસાન સુવિધા લિ.ના સહયોગથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રજિસ્ટર્ડ થયેલી। ખેડૂતો દ્વારા સંચાલિત સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લિ.(FPO) દ્વારા ફટાકડાના સ્ટોલનું ઉદ્દઘાટન નાબાર્ડના સુરતના ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજર કુંતલબેન સુરતીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંતલબેન સુરતીએ ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલા FPO સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લી.ને નાબાર્ડ અને ભારત સરકાર દ્વારા મળનાર લાભ અને નાબાર્ડની અન્ય યોજનાઓની માહિતી આપી.



ઈફકો કિસાન સુવિધા લિ.કંપનીના દેવેન્દ્રભાઈ શર્માએ FPO વિશે માહિતી આપીને FPO બનવાથી ખેડૂતોને તેમના પાકના મૂલ્યવૃદ્ધિ કરી પોષણક્ષમ ભાવો મેળવવા અંગેની વિગતો આપી હતી. સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની (FPO) દ્વારા માંગરોળ તાલુકાનાં ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર, બિયારણ મળે તે માટે એગ્રો-ઈનપુટ્સ સેન્ટર ચાલુ કરાશે. આ ઉપરાંત, શાકભાજી, સોયાબિન, ડાંગર, ઘઉં, ચણા, મગ,તલ, તુવેરનું કલેકશન સેન્ટર શરૂ કરવા તેમજ ખેડૂતોના ઉત્પાદનોની મૂલ્યવૃદ્ધિ કરી સારા ભાવ મળે તે દિશામાં કાર્ય કરવામાં આવશે. ભારત સરકારની યોજના દ્વારા બનેલા FPO ભારત સરકારની નાબાર્ડ બેન્ક દ્વારા સંચાલિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application