"મારી માટી, મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ નગરપાલીકામાં ફેઝ-૨ની "અમૃત કળશ યાત્રા" યોજાઇ હતી. સોનગઢ નગરપાલીકામાં તા.૦૬થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ગૌરવપથ બસ સ્ટેન્ડની સામેથી શિવાજી ચોકથી વાણિયા ફળિયું બ્રાહ્મણ ફળિયું થઇ બસ સ્ટેન્ડ પહોચી હતી. ત્યાર બાદ આ કળશ યાત્રા જમાદાર ફળિયું ગણેશ મંડળ પાસેથી ગોકુળ કિરાણા થઇ તાપી જળ સુધી પહોચી હતી. ત્યારબાદ પ્રતિમા નગર એસ્સાર પેટ્રોલપંપની પાછળના વિસ્તારથી ભારત નગર થઇ શિવ નગર થઇ વાંકવેલ સુધી હાથી ફળિયું મેઇન રોડ, આશિર્વાદ રેસિડન્સી સામેથી ગેસ ગોડાઉન થઇ પારેખ ફળિયું પહોચી હતી. દેવજીપુરાથી બાપા સીતારામ નગર થઇ બસ ડેપો સુધી પહોચી હતી. ત્યાર બાદ શ્રી રામનગરથી સોનારપાડા થઇ અગ્રસેન ભવન થઇ ઓટા ચોકડી સુધી પહોચી હતી.
ત્યારબાદ જેકે ગેટથી અલીફ નગર થઇ ચાંદપુરા થઇ બસ સ્ટેન્ડથી ભવ્ય કળશયાત્રા નીકળેલી હતી. જ્યાં દરેક વોર્ડમાંથી માટીના કળશ લઈ નગરજનો પહોંચ્યા હતા. દરમિયાન નગરમાં ઉષ્માભેર આ કળશનો સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોનગઢ નગરની પવિત્ર માટી ભરેલા કળશનું પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે કળશ યાત્રામાં સામેલ થયેલા વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓએ ઉપસ્થિત નગરજનોને પ્રાસંગિક પ્રવચન દ્વારા આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની સેવા માટે દિવસ- રાત પોતાની જાતને સમર્પિત કરી છે જેમ જણાવ્યું હતું. આઝાદીના અમૃતકાળના આ સમયમાં તેમના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. અમૃત વાટિકા બનાવવા માટે ગામેગામથી માટીને પહોંચાડવામાં આવી રહી છે, જેનાથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે એમ ઉમેર્યું હતું.
વધુમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનારા શહીદ વીરોની યાદમાં દિલ્હી ખાતે "અમૃત વાટીકા" નિર્માણ થનાર છે. જેમાં દેશના ગામેગામથી માટીનો ઉપયોગ થવાનો છે. જેમાં આપણા તાપી જિલ્લાની માટીનો પણ સમાવેશ થશે એમ જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. તમામ સ્થળે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવો, ગ્રામજનો, બાળકો, વિવિધ આગેવાનો, સખી મંડળની બહેનો, પીએમએવાયના લાભાર્થીઓ, યુવાનો, ખેડૂતો-પશુપાલકો , સોનગઢ નગર પાલીકાના અધિકારી-કર્મચારીઓએ પંચ-પ્રાણ પ્રતિજ્ઞા લઇ રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શપથ લીધી હતી અને અમૃત કળશયાત્રાને જિલ્લા માટે પ્રસ્થાન કરાવી હતી. નગરજનો બહોળી સંખ્યામાં તમામ કાર્યક્રમમાં સામેલ થતા નગરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500