Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા ડુમસ બીચ પર ‘માય ભારત’ ‘કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો

  • October 04, 2024 

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આવતીકાલ ૨જી ઓકટોબર-મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ચોર્યાસી તાલુકાના ડુમસ બીચ પર ‘માય ભારત’ અંતર્ગત ‘કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સચિવ મિતા રાજીવલોચન નહેરૂ યુવા કેન્દ્ર અને NSS ના ૫૦૦ યુવાઓ સાથે ડુમસ બીચની સાફસફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.


સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તા.૨જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણી તેમજ સ્વચ્છતા પખવાડિયાની પૂર્ણાહુતિના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં પૂજ્ય ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે સૌએ સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય સચિવ,જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા સહિત ઉપસ્થિત સૌએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વચ્છતાના શપથ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application