મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કારણે ચિંતાનું વાતાવરણ છે જયારે મુંબઇમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા વધી રહી છે આથી મુંબઇ પોલીસે નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં તા.31 ડિસેમ્બરનાં પાર્ટીમાં વધુ ગર્દીની શક્યતા છે જેથી તા.16 ડિસેમ્બરથી તા.31 ડિસેમ્બર સુધી મુંબઇગરાએ કોરોનાના કડક નિયમોનું પાલન કરવું પડશે. કાર્યક્રમમાં આયોજક, સહભાગી થનારાનું પૂર્ણપણે રસીકરણ કર્યું હોવાનું જરૂરી છે અને દુકાન, મોલ, કાર્યક્રમ, સભામાં હાજર રહેનારાએ 2 વેક્સિન લેવી પડશે. આ સિવાય મુંબઇમાં સર્વે સાર્વજનિક પરિવહન સેવામાં પ્રવાસ કરનારી વ્યક્તિએ રસી લેવી જરૂરી છે.આ ઉપરાંત કોઇપણ કાર્યક્રમ, સ્પર્ધા, સભારંભના સ્થળે ક્ષમતા કરતા 5 ટકા લોકો જ ઉપસ્થિત રહી શકશે. જયારે ઓડિટોરિયમ, રેસ્ટોરન્ટ, હોલમાં 50 ટકાથી વધુ લોકો તથા ખુલ્લી જગ્યામાં 25 ટકા ક્ષમતાથી વધુ લોકો જમા થઇ શકશે નહી અને હોટેલ માલિક કે અન્ય સંબંધિત વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવપાહી કરવામાં આવશે. ઓમિક્રોનને લીધે ગભરાટ ફેલાયેલો છે ત્યારે નાતાલ અને નવા વર્ષની ઉજવણી અગાઉ મુંબઇ પોલીસ સતર્ક બની ગઇ છે. અગાઉ 11 અને 12 ડિસેમ્બરના મોરચા, આંદોલન, વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મુંબઇમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500