મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસની સતત તપાસ કરી રહી છે. બંને શૂટરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે અને 29 એપ્રિલ સુધી પોલીસે બંનેની કસ્ટડી મેળવી લીધી છે. હવે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી ગન સપ્લાયના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંનેને 26 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ આરોપીનું નામ સોનુ સુભાષ ચંદર છે, જેની ઉંમર 37 વર્ષ છે. તેની પાસે ખેતી છે અને કરિયાણાની દુકાન પણ છે. બીજાનું નામ અનુજ થાપન છે, જેની ઉંમર 32 વર્ષ છે.
તે ટ્રક હેલ્પર તરીકે કામ કરતો હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તેની સામે ખંડણી અને આર્મ્સ એક્ટના કેસ પણ નોંધાયેલા છે. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા બંને આરોપી 15 માર્ચે પનવેલ વિસ્તારમાં ગયા હતા અને બે બંદૂકો આપીને પંજાબ પરત ફર્યા હતા. બંનેને રાત્રે 25 એપ્રિલ ફ્લાઇટ મારફતે મુંબઈ લાવવામાં આવશે. 14 એપ્રિલે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. બે લોકો બાઇક પર આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. આ બધું થયું ત્યારે સલમાન ઘરે હતો.
ફાયરિંગ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને બંને શૂટરોની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. શૂટર્સ બાદ હવે ગન સપ્લાયર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. અગાઉ એવી માહિતી પણ સામે આવી હતી કે, 25 એપ્રિલે જ્યારે બંને શૂટર્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસે કોર્ટને કહ્યું હતું કે, આરોપીઓ પાસે 40 ગોળીઓ છે. 5 ગોળીઓ ચલાવવામાં આવી હતી, 17 રિકવર કરવામાં આવી હતી અને 18 ગોળીઓ હજુ સુધી મળી નથી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, આ બંને સલમાનના ઘર પર મોટા હુમલાની યોજના ઘડી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500