Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો : તાપી પોલીસના હાથે મોટર સાયકલ ચોર પકડાયો

  • March 23, 2023 

ઉચ્છલના સાકરદા ગામના ઓવરબ્રીજ પાસેથી એક મોટર સાયકલ ચોરને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. પકડાયેલા આ ચોર પાસેથી ૩ મોટર સાયકલ પણ ક્બ્જે કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ તાપી જિલ્લા પોલીસવડાની મળેલ સુચના અને જિલ્લા એલસીબીના પીઆઈ આર.એમ.વસૈયાના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૨૧મી માર્ચ નારોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમ્યાનપોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ તથા રાહુલભાઇ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે ઉચ્છલ તાલુકાના સાકરદા ઓવરબ્રીજ પાસે રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી વોચમાં બેસલ હતા. તે દરમ્યાન બાતમી હકિકતવાળી નંબર પ્લેટ વગરની કાળા કલરની હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર મોટર સાયકલ ઉપર એક શખ્સ આવતા ઝડપી પાડી મોટર સાયકલના રજીસ્ટ્રેશનના કાગળો બાબતે માંગણી કરતા તેની પાસે નહી હોવાનુ જણાવતા આરોપી સિધ્ધાર્થ ઉર્ફે સિધ્ધ રાજુભાઇ મરાઠે (ઉ.વ.૨૮) રહે-ભગતવાડી નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)નાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.



તેના કબજામાંથી (૧) એક હીરો હોન્ડા કંપનીની કાળા કલરની સીલ્વર વાદળી કલરના પટ્ટાવાળી સ્પેલેન્ડર મોટર સાયકલ (૨) નંબર વગરની કાળા કલરની સિલવર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પેલેન્ડર મોટર સાયકલ (૩) હીરો હોન્ડા કંપનીની વાદળી સિલ્વર પટ્ટાવાળી સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટેશન નંબર જીજે/૧૯/એબી/૮૦૦૧ મળી કુલ્લે ૩ મોટર સાયકલ મળી આવતા તમામ મોટર સાયકલ ક્બ્જે કરવામાં આવી હતી. આમ એલસીબીએ સોનગઢ અને ઉચ્છલના સરકારી હોસ્પિટલમાંથી ચોરાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો આરોપીને ઝડપી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.




કામગીરી કરનાર પોલીસ સ્ટાફના માણસો

(૧) હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ (૨) જયેશભાઇ લીલકીયાભાઇ (૩) જગદીશભાઇ જોરારામ (૪) પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ રામાભાઇ (૫) અજયભાઇ મનસુખભાઇ (૬) રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા (૭) પેરોલ/ફર્લો સકોડના હેડ કોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇ (૮) પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ સેવજીભાઇ (૯) રાહુલભાઇ દિગંબરભાઇ નાઓએ સફળ કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application