ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાની વિવિધ સ્કૂલોમાં તૈનાત 85 શિક્ષકોને સેવામાંથી હટાવી દીધી છે. આ તમામ પર FIR પણ કરવામાં આવી છે. તેની તપાસ બેસિક શિક્ષણ વિભાગ અને એસટીએફે મળીને કરી હતી. જેમાં નકલી સર્ટિફિકેટની મદદથી 85થી વધારે શિક્ષકોએ સરકારી નોકરી મેળવી હતી. લાંબા તપાસ દરમ્યાન 85 નકલી શિક્ષકો પર કાર્યવાહી થઈ અને કેટલાય શિક્ષકો પર હજુ પણ કાર્યવાહીની તલવાર લટકેલી છે. આ તમામ નકલી શિક્ષકોએ સરકાર પાસેથી 25 કરોડથી વધારેની સેલરી લીધી છે.
બેસિક શિક્ષણ અધિકારી શાલિી શ્રીવાસ્તવે જણાવ્યું કે, તમામ શિક્ષકો પર ફરિયાદ નોંધવામાં આવી છે અને 25 કરોડ રૂપિયાથી વધારેની આરસી જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં વ્યાપક સ્તર પર કાર્યવાહી થશે. જે શિક્ષકોએ આ નોકરી લીધી છે, તેમાંથી દરેકના નકલી સર્ટિફિકેટ જોવા મળ્યા છે. આ સમગ્ર મામલો 1999થી લઈને અત્યાર સુધીની ભરતીનો કિસ્સો છે.
શ્રીવાસ્તવે જણાવ્યું કે, 85 શિક્ષકોને સેવામાંથી હટાવી દેવાયા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. અસલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન, નકલી ડોક્યુમેન્ટના સંદર્ભમાં આ કાર્યવાહી થઈ છે. આ તમામ પર પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત રિકવરી માટે નોટિસ પણ આપવામાં આવી છે. લગભગ 25-30 કરોડની આરસી જાહેર કરી છે. એસટીએફ અને બેસિક શિક્ષણ વિભાગના અધિકારી સતત ફરિયાદ કરીને તપાસ કરી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, હાલમાં પણ કેટલાય શિક્ષકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે, સલેમપુરના રોડ નિવાસી રામ લખન પાસેથી 63.86 લાખ, ઠાકુર નગર વોર્ડના રામ ભરોસાથી 87.60 લાખ, સલાહાબાદ વોર્ડની વીના રાની પાસેથી 72.69 લાખ, ટીચર્સ કોલોનીના સુશીલ કુમાર સિંહ પાસેથી 48.24 લાખ, હરૈયાના આલોક કુમાર પાસેથી 11.90 લાખ, ગૌરવ કુમાર પાસેથી 10.37 લાખ, કપરીપારની સ્વાતી તિવારી પાસેથી 37.65 લાખ, વિરાજમારના વેદ પ્રકાશ તિવારી પાસેથી 22.62 લાખ, બરડીહા ગામના ગુલાબચંદ પાસેથી 22.62 લાખ, બરસી પારના રાજેશ કુમાર પાસેથી 34.79 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે.
આ ઉપરાંત ડુમવલિયા ગામના દીનાનાથ તિવારી પાસેથી 85.17 લાખ, બભનૌલી પાંડેના બિરજાનંદ યાદવ પાસેથી 54.15 લાખ, કસિલીના રીતા મિશ્રા પાસેથી 77.51 લાખ, બરસીપારની રેન બાલા પાસેથી 63.86 લાખ, નોનાપારની પ્રિયંકા પાસેથી 46.50 લાખ, રેવલીના હરેન્દ્ર યાદવ પાસેથી 96 લાખ, મઝવલિયા ગામના વૃંદા લાલ ગૌતમ પાસેથી 54.42 લાખ, રંગૌલીના ચંદ્રભૂષણ યાદવ પાસેથી 43.50 લાખ, બતરૌલીના સરોજ યાદવ પાસેથી 37.93 લાખ, ભાગલપુરના સંજય કુમાર પાસેથી 68.50 લાખ અને તિવારીપુરના અભિષેક તિવારી પાસેથી 9.65 લાખ રૂપિયાની વસૂલી કરવાની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500