Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના કાપડના વેપારી સાથે 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈ

  • October 16, 2022 

ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ ઉપરથી સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈ કરનાર આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી.




સુરત શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ..ઓનલાઇન સાઈટ પરથી ડેટા ચોરી થતાની અનેક ફરિયાદ ઉઠી રહી છે...તેવામાં સુરતના ઉધના મગદલ્લા ખાતે રહેતા જીગ્નેશભાઈ પંડિત ટેક્સટાઇલ ના વેપાર સાથે સંકળાયેલા છે,તેમની ઇન્ડિયા માર્ટની કોમર્શિયલ વેબસાઈટ પરથી ભરત હીરાભાઈ ઢીલા નામના વ્યક્તિએ જીગ્નેશભાઈના વેપાર અંગેની માહિતી મેળવી તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તેમણે 25 દિવસના ટૂંકા ગાળામાં 53 લાખથી વધુનું વિસ્કોસ કાપડ વિશ્વાસમાં લઇ ઉધાર ખરીદ્યું હતું જોકે અત્યાર સુધી રૂપિયા નહિ ચૂકવતા આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.




આરોપી ઓગસ્ટ મહિનાની 3 તારીખથી 28 તારીખ સુધી 25 દિવસ માલ ખરીદ્યો હતો..ફરિયાદ ના આધારે આરોપીને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી ..તે દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે આરોપી મુંબઈ ખાતે છે ..જેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક મુંબઈ પહોંચી આરોપી ભરત હીરાભાઈ ઢીલાની ધરપકડ કરી હતી અને સુરત લાવવામાં આવ્યો હતો. તેમની પૂછપરછ દરમિયાન સુરત ખાતે રહેતા અન્ય ચાર વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી તેમની પાસેથી પણ કાપડ તેમજ ઈલાસ્ટિકનો માલ લઈ કુલ 9 લાખ 84 હજારથી વધુની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું ..આરોપીએ ગુજરાત અને અન્ય રાજ્યના વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી લઇ કરોડોની ઠગાઈ કરી હોવાની શંકા સેવાઈ રહી છે હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી પૂછપરછ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application