Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં મેઘ તાંડવમાં : 30થી વધુ કોઝવે પાણીમાં ગરક થતાં 50થી વધુ ગામ અસરગ્રસ્ત બન્યા

  • July 13, 2022 

ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે અનરાધાર મેઘ તાંડવમાં 30થી વધુ કોઝવેકમ પુલો પાણીમાં ગરક થતા 50થી વધુ ગામ અસરગ્રસ્ત બન્યા હતા. ગિરિમથક સાપુતારા સહિત આહવા ઘાટ માર્ગમાં ભેખડો ધસી પડવાની સાથે ભુ-સ્લખલન થતા માર્ગો ચોકઅપ થયા હતા. સતત વરસાદને પગલે ડાંગ જિલ્લાનાં  લોકોનું જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે લોકમાતા અંબિકા, ખાપરી, પુર્ણા અને ગીરા નદીઓ ઓવરફ્લો થઈ બંને કાંઠે વહેતી થઈ છે.




જોકે વરસાદને પગલે જંગલ વિસ્તારનાં નદી, નાળા, કોતરડા, ઝરણાઓ, સહિત નાનકડા જળધોધ પણ ગાંડાતુર બન્યાનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ડાંગમાં ધોધમાર વરસાદનાં પગલે સતત ચોથા દિવસે 30થી વધુ કોઝવે કમ પુલ પાણીમાં ગરક થતા 50થી વધુ ગામ જિલ્લાનાં વહીવટી મથક આહવાથી સંપર્કવિહોણા બન્યા હતા.




જયારે ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગતરોજ  દિવસ દરમિયાન અનરાધાર વરસાદી માહોલને પગલે અમુક ઘરોમાં, કોઝવે, ક્યારડાઓ સહિત આંતરીક માર્ગોનું ધોવાણ થતા નુકસાનનાં અહેવાલો મળી રહ્યા છે.




ડાંગમાં વરસાદને પગલે જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ગત તા.11મી જુલાઈએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના અપાઈ હતી. ડાંગના વરસાદને પગલે દિવસ દરમિયાન 30થી વધુ લો લેવલનાં કોઝવેકમ પુલ ઉપર પાણી ફરી વળતા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. માર્ગ બંધ થતા 50થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. વરસાદને પગલે જમીનનુ મોટા પાયે ધોવાણ થવાથી, ઠેર ઠેર વૃક્ષો, વીજપોલ ધરાશાયી થવા તથા માટી, પથ્થરો,અને મલબો ડુંગરો ઉપરથી નીચેની તરફ ધસી પડવા જેવા બનાવો બન્યા હતા.




સાપુતારાનાં ઘાટ માર્ગમાં પણ વૃક્ષો, માટી અને પથ્થરો ધરાશાયી થતા થોડાક સમય માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થયો હતો. સાપુતારા ઘાટ માર્ગમાં એકતરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ભેખડો ધસવાનાં બનાવથી માર્ગમાં અવરોધાયેલા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. શામગહાન વન વિભાગ અને સાપુતારા પોલીસની ટીમે કામગીરી હાથ ધરી આ માર્ગ પૂર્વરત થયો હતો. આ ઉપરાંત ડાંગમાં ઠેરઠેર વીજપોલ ધરાશાયી થતા અમુક ગામોમાં વીજડૂલ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application