Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની જમીન વિકાસ નિગમ કચેરીના ફિલ્ડ આસીટન્ટ પાસેથી મળી 2 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત, ખેત તલાવડી અને પાણીના ટાંકા બનાવવાની યોજનામાં આચર્યું હતું કૌભાંડ:એસીબી

  • September 24, 2020 

એસીબીએ વધુ એક અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે. જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

 

તાપી જીલ્લાની વ્યારા ખાતે જમીન વિકાસ નિગમની કચેરીમાં ફિલ્ડ આસીટન્ટ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કેશવભાઈ વસાવા પાસેથી 2,20,55,638/- (આંકે રૂપિયા બે કરોડ વીસ લાખ પંચાવન હજાર છસો આડત્રીસ રૂપિયા)ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. રમેશભાઈ કેશવભાઈ વસાવા વિકાસ નિગમમાં ફિલ્ડ આસીટન્ટ હતાં. આ આરોપી અન્ય સહઆરોપી સામે 2018માં ગુનો દાખલ કરવામાં આવ્યા હતાં.

 

ખેત તલાવડી, સિમ તલાવડી,પાણીના ટાંકા બનાવવાની યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ અંગે એસીબીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એસીબીએ જણાવ્યુ હતું કે, ખેત તલાવડી, સિમ તલાવડી,પાણીના ટાંકા બનાવવાની યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલકત વસાવવા અંગેના વર્ષ 2020 માં પ્રસ્તુત ગુના સહિત વર્ગ-1 ના 2, વર્ગ 2 ના 5, અને વર્ગ 3 ના 11 એમ કુલ 18 આરોપીઓ વિરુદ્ધ 25,60,70,060/- ( અંકે રૂપિયા પચ્ચીસ કરોડ સાઈઠ લાખ સિત્તેર હજાર ઓગણીસોસિત્તેર રૂપિયા પુરા ) ની અપ્રમાણસર મિલ્કત શોધી કાઢવામાં આવી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે,  ખેતતલાવડી અને પાણીના ટાંકા બનાવવામાં આવ્યા હોવાનો ખોટો રેકર્ડ કાગળ પર ઊભો કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application