Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦ ટકાથી વધુ વરસાદ : જળાશયો કેટલા ભરાયા ??

  • September 01, 2022 

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ૧૦૦.૯૮ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૨.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૫ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું.


રાહત કમિશનરશ્રી હર્ષદભાઇ પટેલનાઅધ્યક્ષસ્થાને ૩૦મી ઓગસ્ટ નારોજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.રાહત કમિશનરશ્રી પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૭ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૩.૪૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪,૪૨,૬૨૫એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૭૯.૩૦ ટકા જેટલો છે. હાલમાં રાજ્યમાં૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર છે.




હવામાન વિભાગના નિયામક શ્રી મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application