જમ્મુ-કાશ્મીરનાં પહલ ગામમાં 39 જવાનને લઈને જતી બસ નદીમાં પડી છે. જેમાં 10થી વધારે જવાનોનાં મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનાં બ્રેક ફેલ થવાને કારણે ઘટી છે. જોકે જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીનાં 2 જમ્મુ-કાશ્મીર પોલીસનાં હતા.
જયારે આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે અને તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે તેમજ રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે. ચંદનવાડી પહલગામથી 16 કિમી દૂર છે. તાજેતરમાં જ અમરનાથ યાત્રા પૂરી થઈ છે. આ યાત્રામાં તહેનાત સેનાના જવાન તેમની ટુકડીઓમાં પરત આવતા હતા.
તે સમયે જ બ્રેક ફેલ થવાને કારણે બસ ખાઈમાં પડી હતી. જયારે પહલ ગામ SDPO ફહદ ટાકે જણાવ્યું હતું કે, 3 થી 4 કર્મચારીનાં ઘટના સ્થળે જ મોત થઈ ગયાં હતા અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે. જોકે ઘાયલ જવાનોની સારવાર સરકારી મેડિકલ કોલેડ અનંતનાગમાં થઈ રહી છે. સ્પોટ તરફથી 19 એમ્બ્યુલન્સ રવાના થઈ છે.
હાલ ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે અને જવાનોને સામાન્ય ઈજા થઈ છે તેમને સારવાર માટે પહલ ગામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરનાં ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ચંદનવાડી પાસે બસ દુર્ઘટનાનાં સમાચાર સાંભળીને દુખ થયું. આ ઘટનામાં આપણે આપણાં બહાદુર ITBP જવાનોને ગુમાવી દીધા છે. મૃતકોના પરિવારને મારી સાંત્વના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના છે. ઘાયલ જવાનો ઝડપથી સાજા થઈ જાય તેની દરેક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500