Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારની અણધડ નિતિને કારણે કોરોનામાં લોકો વધુ મુત્યુ પામ્યા : કોંગ્રેસ

  • August 19, 2021 

સુરત શહેર જિલ્લા કોંગ્રસના ઈન્ચાર્જ પ્રમુક નૈષધ દેસાઈ અને પ્રવક્તા કિરણ રાયકા દ્વારા યોજવામાં આપેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં જે વ્યકિત મૂત્યુ પામ્યા છે. તેવા મૃતકના પરિવારને રૂપિયા ૪ લાખનું વળતર, સરકારી નોકરીમાં મુત્યુ પામેલા હોય તો તેના ઘરમાંથી એક સભ્યને નોકરી, ખાનગી હોસ્પિટલમાં થયેલ સારવાર ખર્ચ પાછા આપવા તથા ગુનાહિત બેદરકારી-અણધડ વહીવટની ન્યાયીક તપાસ કરવાની માંગણી કરી છે.

 

 

 

 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ,કોરોનાની મહામારી, મંદી, મોઘવારી, બેરોજગારી, ભષ્ટ્રાચાર સહિત અનેક સમસ્યાઓથી ગુજરાતની જનતા પીડાઈ રહી છે કોરોનાની અરાજકતા સરકારની અવ્યવસ્થાને કારણે ગુજરાતમાં લોકો હેરાન પરેશાન થયા છે. કોરોનાના કપરા સમયમાં લોકો હોસ્પિટલમાં બેડ, ઈન્જેકશન, ઓક્સીજન અને વેન્ટીલેટર માટે હેરાન પરેશાન થયા છે. સરકારની અણધડ વહીવટી નિતીને કારણે લાખો લોકો મુત્યુ પામ્યા છે. કોરોનામાં જેઓ મુત્યુ પામ્યા છે. તેના કરતા સરકારની ગુનાહિત બેદરકારીથી લોકો વધુ મુત્યુ પામ્યા છે. આ એક પ્રકારની હત્યા જ છે આજની આ પત્રકાર પરિષદ શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ નૈષધ દેસાઈ તથા પ્રવક્તા કિરણ રાયકા ઉપસ્થિતિ રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application