Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના પાંખરી ગામ પાસે ટ્રક અડફેટે મોપેડ ચાલક યુવતીનું કમકમાટીભર્યું મોત,દરગાહ પરથી પરત ફરતી વેળાએ અક્સ્માત નડ્યો

  • September 01, 2022 

ઉચ્છલના પાંખરી ગામ પાસે ટ્રક અડફેટે મોપેડ ચાલક યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી અનુસાર સોનગઢના અમનપાર્કમાં પરિવાર સાથે રહેતી ફરીયાદી તમન્ના હસનભાઈ આરબની ૧૬ વર્ષીય પુત્રી તાનીયા હસનભાઈ આરબ,તા.૩૧મી ઓગસ્ટ નારોજ રાત્રીના આશરે ૭:૩૦ કલાકના અરસામાં પ્લેઝર પ્લસ મોપેડ નંબર જીજે/૨૬/એડી/૧૨૯૬ લઈને ઉચ્છલના મીરકોટ ખાતે આવેલ દરગાહ પર ગઈ હતી, જોકે સાથે એક રીક્ષામાં પરિવારના અન્ય સભ્યો પણ દરગાહ પર પહોંચ્યા હતા.





ઉચ્છલ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


દર્શન કરી દરગાહ પરથી પરત ફરતી વેળાએ તાનીયા આરબ મોપેડ લઈને પાંખરી ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપરથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન એક ટેન્કર નંબર એપી/૩૧/ટીકયુ/૧૨૯૬ ના ચાલકે પોતાના ક્બ્જાનું ટેન્કર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી મોપેડને પાછળથી ટક્કર મારતા તાનીયા આરબ રોડ ઉપર નીચે પટકાઈ હતી જેના કારણે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાનીયા આરબનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવતીની માતા તમન્ના હસનભાઈ આરબની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application