Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ હાઇવે પરથી વિદેશીદારૂની બાટલીઓ સાથે મોપેડ ચાલક ઝડપાયો,બે વોન્ટેડ

  • May 27, 2021 

સોનગઢના હાઇવે પરથી વિદેશીદારૂની 96 બાટલીઓ સાથે એક યુવકને જીલ્લા એલસીબીએ ઝડપી પાડી વિદેશીદારૂ અને મોપેડ મળી કુલ 26 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને બુધવારે મળેલ બાતમીના આધારે રાત્રે સોનગઢની મફત કાનૂની સહાય ઓફિસથી સોનગઢ હાઇવે ઉપર નીકળતા કાચા રસ્તા પરથી એક મોપેડ ગાડી નંબર જીજે/26/એમ/9979 ને રોકી પૂછપરછ કરતા મોપેડ ચાલકે પોતાનું નામ વિપુલભાઇ રામસિંગભાઈ ગામીત રહે,બેડવાણ (ખડકા), નિશાળ ફળિયું-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું.પોલીસની તપાસ મોપેડ ગાડીની આગળ મુકેલ એક કાપડની થેલી તથા ગાડીની ડીકીમાંથી વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ-96  મળી આવી હતી. જયારે દારૂનો મુદ્દામાલ સોનગઢના શાકભાજી માર્કેટ પાસે રહેતો ભરતભાઈ ઉર્ફે ભદ્રેશ રવજીભાઇ ગામીતે મંગાવ્યો હતો અને લક્કડકોટ ગામે રહેતા નિલેશભાઇએ દારૂ ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેમાં બંને જણાના વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પકડાયેલા યુવક પાસેથી મળી આવેલ 7,200/-રૂપિયાનો વિદેશીદારૂ, 20 હજારની મોપેડ ગાડી મળી કુલ રૂપિયા 26 હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application