Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બીયરના ટીન સાથે મોપેડ ચાલક પકડાયો

  • September 18, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બીયરના ટીન સાથે એક મોપેડ ચાલકને ઝડપી પાડ્યો હતો.




મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગતરોજ સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બપોરના આશરે ૧:૩૦ કલાકના અરસામાં એક સુઝુકી એક્સેસ મોપેડ નંબર જીજે/૨૬/એસી/૧૨૮૮ને અટકાવી તપાસ કરતા મોપેડ ચાલક હસમુખભાઈ અંકુશભાઈ ગોસાવી રહે, ઇશરવાડી, ગોસાઈવાળ તા.નવાપુર (મહારાષ્ટ્ર)નો ના કબજામાંથી એક વિમલના થેલામાં લઇ જતો ઈંગ્લીશ દારૂ બીયર ટીન નંગ-૨૪ જેની કિંમત રૂપિયા ૨૪,૦૦/- ના પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈની ફરિયાદના આધારે મોપેડ ચાલક હસમુખભાઈ ગોસાવી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી બીયર ટીન અને ૩૦ હજારની મોપેડ મળી કુલ રૂપિયા ૩૨,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application