Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડમાં મોનસૂન એલર્ટ જાહેર, જયારે ભારે વરસાદનાં કારણે હરિદ્વારનાં ખરખરીની સુકી નદીઓ પર ઉભેલ ગાડીઓ ગંગામાં તણાઇ

  • June 30, 2024 

ઉત્તરાખંડનાં હરિદ્વારમાં ગંગા ખતરાની સપાટીને પાર કરી ગઇ છે. ભારે વરસાદનાં લીધે હરિદ્વારનાં ખરખરીની સુકી નદીઓ પર ઉભેલી ગાડીઓ ગંગામાં તણાઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ ડઝનો ગાડીઓ ગંગામાં વહી ગઇ છે. તો બીજી તરફ ઉત્તરી હરિદ્વારમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઉત્તરાખંડમાં મોનસૂનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રો પાસેથી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં તારીખ 27 જૂનથી ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને હવે સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે.


રવિવારથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ પિથોરાગઢ અને બાગેશ્વરમાં 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આ અઠવાડિયે ઉત્તરાખંડના અન્ય અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ચોમાસાનાં આગમન સાથે જ ઉત્તરાખંડમાં વરસાદ શરૂ થઇ ગયો છે. શનિવારે બપોરે હરિદ્વારમાં વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું.


તેના લીધે ડઝનો ગાડીઓ નદીમાં તણાઇ ગઇ હતી. ગંગા નદીમાં તણાઇ રહેલી ગાડીઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. જોકે નદીમાં ગાડીઓ વહી જતાં જાનમાલને ભારે નુકસાન થયું છે. દહેરાદૂન આઇએમડીમના નિર્દેશક જણાવ્યું કે, ચોમાસુ 27 જૂને ઉત્તરાખંડમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે. જોકે 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. પિથોરાગઢ બાગેશ્વરમાં 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અઠવાડિયા દરમિયા ઉત્તરાખંડના અન્ય અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application