સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ અને ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા એક સગીર સાથે કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 જેટલા ચોરીના મોબાઈલ,એક બાઈક મળી કુલ 1.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીર સહિત 5 આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.સુરતની કાપોદ્રા પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી કમલપાર્ક સોસાયટીમાંથી એક સગીર સહિત પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 16 જેટલા ચોરીના મોબાઈલ ફોન,બાઇક મળી કુલ 1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે,તેઓ રાહદારીઓને ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. આ સાથે સાથે ઘરફોડ ચોરી,ચેઇન સ્નેચિંગ પણ કરતા હતા.આ આરોપીઓ સુરતના વિવિધ વિસ્તાર જેમ કે વરાછા,પુણા,ઉધના અને સરથાણા જેવા વિસ્તારમાં ચોરીને અંજામ આપતા હતા. પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ તમામ આરોપી સામે પોલીસ હાલ ચોરી સહીતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500