તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાત કાશી,અમલપાડા, માંડવીપાની, ખોરા,પાડી,બોરદા,ખડકીમાઉ અને પીપળાપાની તથા તેની આજુબાજુના ગામોમાં ઈન્ટરનેટ મોબાઈલ નેટવર્ક પકડાતુ ન હોવાનું જિલ્લા કલેક્ટરશ્રીના ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી દ્વારા આ બાબતને અગ્રતા આપીને આ તમામ ગામોને તાત્કાલિક ઈન્ટરનેટ જોડાણ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પરિણામે આ વિસ્તારોમાં બારડોલી સેન્ટર જિયો ટિમ દ્વારા તાત્કાલિક બોરદા, સાતકાશી અને અમલપાડા ખાતે જિયોના ત્રણ નવા ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. આ ટાવરો ઉભા થવાથી આજુબાજુના ૧૦ ગામોને નેટવર્ક સાથે જોડીને આશરે દસ હજારથી વધુ લોકોને નેટવર્કની સુવિધા પુરી પાડવામાં આવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.(ફાઈલ ફોટો )
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500