સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની બલીઠા, મોરાઈ અને વટાર પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય ટ્રાઈબલ ડેવેલોપમેન્ટ\ રેસિડેન્સિયલ એયુકેશનલ ઈન્સ્ટિટ્યુશન સોસાયટીના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટરશ્રી જયંતકિશોર માનકાલે (આઈ.એ.એસ)ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. વાપી તાલુકાની બલીઠા, મોરાઈ અને વટાર પ્રાથમિક શાળામાં આંગણવાડી/બાલવાટિકામાં ૭૧, પહેલા ધોરણમાં ૭૨ બાળકો અને ધોરણ–૬માં ૫૮ વિદ્યાર્થીઓ મળી ૨૦૧ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.
શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે વાપી તાલુકાની બલીઠા કોળીવાડ પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૨ કુમાર અને ૪ કન્યા, બાલવાટિકામાં ૯ કુમાર અને ૧૮ કન્યા અને ધોરણ-૧માં ૨૧ કુમાર અને ૧૭ કન્યા મળી કુલ ૭૧, મોરાઈ પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૧ કુમાર અને ૧ કન્યા, બાલવાટિકામાં ૮ કુમાર અને ૩ કન્યા અને ધોરણ-૧ માં ૧ કુમાર મળી કુલ ૧૪ તેમજ વટાર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૧૨ કુમાર અને ૧૩ કન્યા, ધોરણ-૧માં ૧૨ કુમાર અને ૨૧ કન્યા તેમજ ધોરણ–૬માં ૩૩ કુમાર અને ૨૫ કન્યા મળી કુલ ૧૧૬ વિદ્યાર્થીઓ સહિત ત્રણેય શાળાના કુલ ૨૦૧ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમોમાં શાળાના તેજસ્વી તારલાઓ, એકમ કસોટી, વાર્ષિક કસોટી, જ્ઞાન સાધના, ૧૦૦ % હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ ખેલ મહાકુંભમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ તેમજ શાળાઓના વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દાન આપનારા દાતાઓનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. મિશન ડાયરેક્ટરે દરેક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500