આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રા માર્ગમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અમદાવાદ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના માહિતી ખાતા ધ્વારા ભારતની આઝાદીની ગાથા અને ગુજરાતના આઝાદીના લડવૈયાઓની વિગતો વર્ણવતાં ચિત્ર પ્રદર્શનની કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ મુલાકાત લીધી હતી અને પ્રદર્શનનું ઝીણવટભરી રીતે નિરીક્ષણ કર્યું હતું.
આ વેળાએ મંત્રી આર.સી.ફળદુ સાથે પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, નગરપાલિકાના પ્રમુખ વિનયભાઇ વસાવા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, યોગેશભાઇ પટેલ, આગેવાન પદાધિકારીઓ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500