Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકાના બાબલા ગામે રૂ. ૧૪૫ લાખ તથા મહુવા તાલુકાના તરસાડી ગામે રૂ.૯૯ લાખના ખર્ચે કેનાલ સ્ટ્રકચરના કામોનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર

  • November 30, 2020 

માર્ગ અને મકાન વિભાગ  દ્રારા આયોજીત વિકાસ કામો અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના બાબલા ગામ પાસે રૂ.૧૪૫.૦૨ લાખના ખર્ચે એસ.આર. ટુ કંસ્ટ્રકશન. ઓફ માઈનોર બ્રિજ એક્રોસ બાબલા કેનાલ ઓન ટી.કે. બી.એસ. એન રોડ ચે. ૪૦/૨૦૦ થી ૪૦/૪૦૦ તથા મહુવા તાલુકાના તરસાડી ગામે રૂ.૯૯.૭૩ લાખના ખર્ચે કંસ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ અક્રોસ કેનાલ ઓન બારડોલી-મહુવા રોડ ખાતે નવનિર્માણ થનાર કેનાલ સ્ટ્રકચરનું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું હતું.

 

 

 

આ અવસરે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોને વેગ આપ્યો છે. બાબલા ગામ કેનાલ તેમજ બારડોલી -મહુવા રોડની કેનાલ  સ્ત્રકચર સાંકડું હોવાના કારણે બોટલનેટની પરિસ્થિતિના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાનો આ નવનિર્માણ કેનાલ સ્ટ્રકચર બનવાથી  કાયમી નિકાલ થશે. તેમજ કેનાલ સ્ટ્રકચર બનતા આસપાસના ગામના લોકોને લાભ મળશે. કોરોના જેવી મહામારીમાં પણ વિકાસ કામો અટકે નહી તેવા લક્ષ્ય સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

 

 

          કેનાલ પર ચાર માર્ગીય કેનાલ સ્ટ્રકચર થવાથી સરભોણ, કાની તાજપોર, બુજરંગ, તરસાડી, કાની, મહુવા,  નિઝર, પથરાડીયા ગામોને ફાયદો થશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ, દેવુભાઈ ચૌધરી, અગ્રણીશ્રી ભાવેશભાઇ, ધર્મેશભાઈ, જીતેન્દ્રભાઈ વાસીયા, ગામના સરપંચ રક્ષાબેન રાઠોડ,સમાજ અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application