ઉત્તરાખંડમાં ઓક્ટોબરમાં ભારે વરસાદે હવામાનમાં ઝડપી પરિવર્તન થયું હતું જોકે મહિનાનો અંત આવતા-આવતા સવારે અને સાંજે ઠંડી વધવા લાગી છે. આ વખતે પશ્ચિમી વિક્ષોભનાં કારણે નવેમ્બરના બીજા અઠવાડિયાથી જ ઠંડીમાં જોરદાર વધારે થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આગામી એક અઠવાડિયામાં દેશમાં બે પશ્ચિમી વિક્ષોભ દસ્તક આપવાના છે.
જેના કારણે તારીખ 6 નવેમ્બરથી મધ્ય ભારત સુધી દિવસમાં વધારે ઠંડી અનુભવાશે. જોકે આગામી ચાર મહિના પહાડી રાજ્યોમાં મધ્ય ભારત સુધીના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી શકે છે. જયારે પશ્ચિમી વિક્ષોભમાં 3 નવેમ્બરે દસ્તક આપવાની સંભાવના છે. આના કારણે 5 નવેમ્બર સુધી કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગનુ કહેવુ છે કે, આ વર્ષે ઠંડીનાં દિવસોની સંખ્યા વધશે. કડકડતી ઠંડી ચાર મહિના રહેવાનુ અનુમાન છે. શનિવારે હલ્દવાનીમાં મહત્તમ તાપમાન 28 અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. વાતાવરણમાં ભીનાશનુ પ્રમાણ 59 ટકા નોંધવામાં આવ્યુ. આ વખતે વૈશ્વિક હવામાન કારણે ચાર મહિના સુધી ભારે ઠંડી રહેવાનુ અનુમાન છે. પશ્ચિમી વિક્ષોભના કારણે નવેમ્બરનાં પહેલા અઠવાડિયાનાં અંતિમ દિવસોથી ઠંડી વધવાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500