Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

  • September 10, 2024 

રાજ્યમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજે (નવમી સપ્ટેમ્બર) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, મોનસુન ટ્રફના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમાં ખાસ કરીને રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવમી સપ્ટેમ્બર છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


તારીખ 10મી સપ્ટેમ્બરે દાહોદ, અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. જ્યારે 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોનસુન ટ્રફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાં ખૂબ જ હળવો છુટા છવાયો વરસાદ વરસી શકે છે, તથા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનો અનુભવ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 118 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application