વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 'મારી માટી, મારો દેશ' અભિયાનની ઉજવણી ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં પણ જનભાગીદારી થકી 'મારી માટી, મારો દેશ' અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તમામ ગામોમાં આ અભિયાનની ભવ્ય ઉજવણી બાદ હવે તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વીર શહીદોની યાદમાં શિલાફ્લકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સહભાગી થયેલ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ,આગેવાનો,ગ્રામજનોએ હાથમાં માટી તેમજ માટીનો દિવો લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી પાડી https://merimaatimeradesh.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વસુધા વંદન થીમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.સ્થાનિક સંરક્ષણ કર્મચારી/ સી.આર.પી.એફ.અને ભુમિદળના કર્મચારીઓના પરિવારને વીરો કા વંદન અંતર્ગત સન્માન કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500