Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલ લે-વેચ કરનાર વેપારીઓએ આઇડી પ્રુફ લેવું બન્યું જરૂરી

  • January 02, 2021 

રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્હાઓને શોધી કાઢવા માટે અધિક જિલ્લા મેજિસ્ટેટ બી.બી.વહોનીયાએ જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ કે કોઈ વ્યકિતઓ દ્વારા થતી લે-વેચ સંબંધે એક જાહેરનામું બહાર પાડયું છે. જે પ્રમાણે તાપી જિલ્લામાં જુના મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવું ફરજીયાત બનાવીને નિયત કરેલા કોલમવાઈઝ મોબાઈલની વિગત, આઈએમએફઆઈ નં.ની વિગત વગેરેના રજીસ્ટરો નિભવવાના રહેશે. આ ઉપરાંત કોઈ એક વ્યકિત બીજી વ્યકિત પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે મોબાઈલ વેચનાર વ્યકિત પાસેથી ખરીદનાર વ્યકિતએ મોબાઈલ વેચનાર વ્યકિતનું આઈ-ડી પ્રુફ અને પુરુ નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. દરેક પોલીસ સ્ટેશનમાં નિયત નમૂના મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૬/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application