Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં મેઘતાંડવ : ઘરોમાં પાણી ઘુસ્યા, લોકોનું રેસ્ક્યુ કરી સહીસલામત કાઢવામાં આવ્યા,1નું મોત

  • July 11, 2022 

ડોલવણમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદને લઈ ડોલવણ તાલુકો જળબંબાકારની પરિસ્થિતિ સર્જી છે, બેસનિયા, અંતાપૂર અને આશ્રમ શાળા પંચોલમાં રેસ્કયું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તાલુકાના બેસનિયા અને અંતાપૂર  ગામમાં વ્યારા નગરપાલિકાના ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.તેમજ આશ્રમશાળા પંચોલમાંથી પણ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા હતા.


લોકોનું રેસ્ક્યુ સફળતા પૂર્વક તંત્રએ કરી સહીસલામત કાઢવામાં આવ્યા

તાલુકાના અંતાપુર, બેસનીયા, પંચોલ,બોરકચ્છ,પીઠાદરા,વાંકલા,ધોળકા,ઉમરવાવદુર અને ચુનાવાડીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, જોકે તંત્ર દ્વારા બચાવ  કામગીરી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.ડોલવણ તાલુકા માંથી પસાર થતી મોટેભાગની નદીઓમાં ઘોડાપુર આવતા તાલુકાના અલગ અલગ પાંચ જેટલા ગામોના નદી કિનારે વસતા 26 પરિવારોના 131 લોકોનું રેસ્ક્યુ સફળતા પૂર્વક તંત્રએ કરી સહીસલામત કાઢવામાં આવ્યા હતા અને તેઓને સહીસલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા હતા.


ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નિપજ્યું 

તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં વરસ્યો છે,બીજી તરફ તાપી જિલ્લામાં સાંજ સુધીમાં કુલ 57 જેટલા ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.ઉમરવાવ નજીકના પાટી ફળીયામાંથી પસાર થતો કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી જતા કોઝવે પરથી પસાર થઇ રહેલી સુમિત્રાબેન દિનેશભાઈ ચૌધરીનું ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નિપજ્યું હતું. જોકે પોલીસ અને હોમગાર્ડના જવાનો આવા સ્થળોએ મૂકી દેવામાં આવ્યા છે.


પંચોલ અને કુંભિયા ગામને જોડતા રસ્તા પરના પુલ પરથી પાણી પસાર થતા પુલ ધોવાયો હતો 


પુલ ધોવાયાની જાણ તંત્ર ને થતા માર્ગ મકાન વિભાગ કામે લાગ્યું હતું.

ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થતા પંચોલ અને કુંભિયા ગામને જોડતા રસ્તા પરના પુલ પરથી પાણી પસાર થતા પુલ ધોવાયો હતો પાણી ઉતરતા પુલ ધોવાયાની જાણ તંત્ર ને થતા માર્ગ મકાન વિભાગ કામે લાગ્યું હતું.પુલ ધોવાઈ જતા વાહનચાલકોની સમસ્યા વધી હતી.


વડપાડા પ્ર.ઉમરદા ગામે ગૌકુળભાઈ ગામીતના ઘરનો પાછળનો ભાગ તૂટી પડ્યો

બીજી તરફ સોનગઢ તાલુકાની વાત કરીએ તો વડપાડા પ્ર.ઉમરદા ગામે ગૌકુળભાઈ ગામીતના ઘરનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો.જોકે કોઈ જાન હાની પહોચી નથી.તેમજ ઉચ્છલના આરકાટી ગામે પણ એક ઘર ધરાશાયી થયું હતું તેમજ વ્યારાના છીંડિયા ગામે બે પરિવારના ઘર ધરાસાયી થયા હતા. કુકરમુંડાના કેવડામોઈમાં 13 ઘરોમાં પાણી ઘુસ્યા હતા જયારે પાણીબરા  ગામે ૨ ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.


તાપી કલેક્ટર દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી


તાપી કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા દ્વારા આજ રોજ વ્યારા તાલુકાના લખાલી અને ચીચબોરડી ગામે કોઝવે ઓવરફલો થવાથી રસ્તાઓ બંધ થયેલ હતી. જે બાબતે પોલીસ બંદોબસ્ત દ્વારા અવર જવર બંધ કરેલ છે કે કેમ તે બાબતે આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનોને જોખમ લઈ અવર જવર ન કરવા સમજૂત કર્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application