ગુજરાતમા ચોમાસુ બરોબર જામ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરને બદલે કહેર વરસાવી રહ્ના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન બની લોકોને બાનમાં લીધા છે. સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બે દિવસથી મેઘરાજાના દર્શન જોવા મળ્યા નથી.
વિતેલા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, તાપી અને આહવા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં ત્રણ, બારડોલીમાં અઢી, ગણદેવી, જલાલપોર, વલસાડમાં બે પલસાણા, નવસારી, ચીખલી, વાપી અને પારડીમાં પોણા બે ઈંચ જયારે બાકીના તાલુકામાં સામાન્ય વરસાદ નોધાયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મોટાભાગની નદીઓમાં નવા નીર આવતા બંને કાંઠે વહેવા લાગી છે. ત્યારે આજે પણ વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર વરસવાનું ચાલુ રાખ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદમાં સુરત જિલ્લામાં બારડોલીમાં ૬૨, ચોર્યાસીમાં ૧૬, કામરેજમાં ૨૭, મહુવામાં ૭૨, માંડવીમાં ૨૨, માંગરોળમાં ૧, ઓલપાડમાં ૧૦, પલસાણામાં ૪૦, સુરત સીટીમાં ૧૬ મી.મી પડ્યો હતો. નવસારી જિલ્લામાં ખેરગામમાં ૨૮, ગણદેવીમાં ૫૫, ચીખલીમાં ૪૨, નવસારીમાં ૪૬, જલાલપોરમાં ૫૫, વાંસદામાં ૧૩ મી.મી પડ્યો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૪૮, કપરાડામાં ૧૫, ધરમપુરમાં ૧૦, પારડીમાં ૪૬, વલસાડમાં ૫૧, વાપીમાં ૪૩ મી.મી પ઼ડ્યો હતો.
તાપી જિલ્લામાં ઉચ્છલમાં ૨, કુકરમુંડામાં ૧, ડોલવણમાં ૨૧, નિઝરમાં ૪, વ્યારામાં ૧૬, વાલોડમાં ૯, સોનગઢમાં ૭ મી.મી પડ્યો હતો. આહવા ડાંગ જિલ્લામાં આહવામાં ૬, વઘઈમાં ૭, સુબીરમાં ૩ અને સાપુતારામાં ૩ મી.મી પડ્યો હતો.
ચાર કલાકમાં ઓલપાડમાં ત્રણ, ચોયાર્સીમાં બે અને સુરત સીટીમાં એક ઈંચ વરસાદ
સતત ત્રણ દિવસથી સુરતને ધમધોળતા મેઘરાજાએ આજે પણ પોતાનુ આક્રમક વલણ યથાવત રાખ્યું છે. જેમાં આજે સવારે મેઘરાજાએ પોતાનું વલણ આક્રમક બનાવ્યું હતું. અને વહેવી સવારથી ગાજવીજ સાથ વરસી રહ્ના છે. સવારે છ વાગ્યાથી દસ વાગ્યાના ગણતરીના ચાર કલાકમાં જ ઓલપાડમાં ૭૨ એમ.એમ એટલે ત્રઈ ઈંચ, ચોયાર્સીમાં ૪૨ એમ.એમ એટલે પોણા બે ઈંચ ઉપરાંત અને સુરત સીટીમાં ૨૮ એમ.એમ એટલે એક ઈંચથી વધુ વરસાદ ઝીકાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. ઠેર ઠેર રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા તો કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ત્રણ દિવસથી પડલા ભારે વરસાદ વચ્ચે આજે સવારે પણ મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે પડવાનું સતત ચાલુ રાખવાને કારમે લોકોને જનજીવન અસ્તવ્યસ્થ બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500