Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેઘરાજાની ત્રીજા રાઉન્ડમાં તોફાની બેટીંગ : દક્ષિણ ગુજરાતમાં બેથી ચાર ઈંચ સુધીનો ધોધમાર વરસાદ

  • August 19, 2021 

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ બુધવારે તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરી દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓને પાણીથી તરબોળી નાંખ્યા હતા. તો બીજી તરફ વરસાદ ખેંચાઈ જવાને કારણે ચિંતામાં મુકાયેલા ધરતીપુત્રોના વરસાદ પડતા ખુશીની લાગણી ફેલાઈ હતી,ગતરોજ સાંજથી મેઘરાજાએ તેની શરુ કરેલી તોફાની બેટીંગના કારણે દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં બેથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો વાપી, પારડી, બારડોલી, કામરેજમાં ચાર ઈંચ, મહુવા, પલસાણા,આહવા, વઘઈમાં ત્રણથી પોણા ચાર ઈંચ વરસાદ જયારે બાકીના તાલુકા્માં બેથી વધુ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. 

 

 

 

 

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેસર સીસ્ટમના કારણે ચોમાસુ સક્રિય થયું છે અને ગતરોજ બપોર પછી મેઘરાજાઍ ઍકાઍક આક્રમક સ્વરૂપ ધારણ કરી તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરી હતી. સાંજથી શરુ થયેલા તોફાની વરસાદને કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. આજે સવારે પણ મેઘરાજાએ તેની બેટીંગ ચાલુ રાખતા સવારના છ વાગ્યાથી ૧૦ વાગ્યાના સમયગાળામાં  વલસાડ જિલ્લામાં એકથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના પલસાણા અને ઉમરપાડામાં ઍક-ઍક ઈંચ અને નવસારીના ખેરગામમાં એક અને સાપુતારામાં દોઢ ઈંચ વરસાદ ઝીંકાયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેડુતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

 

 

 

 

દક્ષિણ ગુજરાતના જિલ્લા કલેકટરાલયના ફ્લડ વિભાગમાંથી મળતી વિગત મુજબ ચોવીસ કલાકમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે સુરત જિલ્લાના બારડોલીમાં ૯૯, ચોર્યાસીમાં ૪૮, કામરેજમાં ૯૨, મહુવામાં ૮૪, માંડવીમાં ૨૮, માંગરોળમાં ૪૦, ઓલપાડમાં ૩૪, પલસાણામાં ૮૪, સુરત સીટીમાં ૬૦, ઉમરપાડામાં ૨૩ મીમી પડ્યો હતો.

 

 

 

 

નવસારી જિલ્લામાં ખેરગામમાં ૪૨, ગણદેવીમાં ૩૦, ચીખલીમાં ૬૧, જલાલપોરમાં ૩૬, નવસારીમાં ૪૫, વાંસદામાં ૪૫ મી.મી પડ્યો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૫૪, કપરાડામાં ૩૩, ધમરપુરમાં ૩૦, પારડીમાં ૯૭, વલસાડામાં ૫૨,. વાપીમાં ૧૦૯ મી.મી પડ્યો હતો.

 

 

 

 

તાપી જિલ્લામાં ઉચ્છલમાં ૬, કુકરમુંડામાં ૧૨, ડોલવણમાં ૪૮, નિઝરમાં ૭, વ્યારામાં ૪૯, વાલોડમાં ૩૫, સોનગઢમાં ૩૬ મી.મી પડ્યો હતો. જયારે ડાંગ જિલ્લામાં આહવામાં ૭૮, વઘઈમાં ૭૩, સુબીરમાં ૨૭ અને સાપુતારામાં ૬૪ મી.મી વરસાદ પડ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application