મેઘાલયનાં ઇસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં 15 કરોડ રૂપિયાથી વધુ કીંમતનું હેરોઇન અને ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. જિલ્લાનાં સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જગપાલ ધનેઆના જણાવ્યા અનુસાર નાગાલેન્ડનાં તુઆનબિયાકલિયન ગુઇતે અને ઇમલિયાકુમ લોંગકુમેર નામના બે દાણચોરોની ધરપકડ કરી તેમની પાસેથી 2.7 કિલો હેરોઇન જપ્ત કરવમાં આવ્યું હતું. ધનેઆએ જણાવ્યું હતું કે, અન્ય 7 દાણચોરો ત્રિપુરાના છે જે બે વાહનોમાં આવ્યા હતાં. પરંતુ પોલીસે તેમની તે જ દિવસે ખ્લિહરીઅતથી ધરપકડ કરી લીધી હતી. તેમની પાસેથી 251 કીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુપ્ત માહિતીને આધારે જિલ્લા પોલીસે રાજ્યમાં પ્રવેશ કરનારા વાહનોની તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જ ત્રિપુરાથી આવેલા બે વાહનોમાંથી 251 કીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસનાં જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા આ ગાંજાની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 લાખ રૂપિયાથી વધારે છે. મુખ્યપ્રધાને આ માદક દ્રવ્યોની આ જપ્તી અંગે જણાવ્યું છે કે નશાના સોદાગરો યુવાનોને બરબાદ કરવાના પ્રયત્નો કરે છે પણ રાજ્યની પોલીસે તેમની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application