Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના બાબેન સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ ખાતે ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં મેગા જોબ ફેર યોજાયો

  • October 25, 2024 

સુરત અને બાબેન સ્થિત શ્રી એસ.એન.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર-ઉમરાખ દ્વારા બારડોલીના બાબેન ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં વિવિધ કંપનીઓ, સંસ્થાઓ દ્વારા ૩૨૦ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. જોબ ફેરમાં વાર્ષિક ૭.૫ લાખ સુધીના પેકેજની ઓફર થઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે સરકારની વિવિધ રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની સમજ આપતા ઉમેદવારોને ઘર આંગણે આવેલી રોજગારીની તકોનો તેમજ યોગ્ય લાભ લેવા માટે આહવાન કર્યું હતું. આ ભરતીમેળામાં વિવિધ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કુલ ૫૧ કંપનીઓ જોડાઈ હતી.


જેમાં ગોલ્ડી સોલાર, ગિન્ઝા ઇન્ડસ્ટ્રીઝ લિ., એન. જે. ઇન્ડિયા ઈન્વેસ્ટ પ્રા. લિ, ઇઓન મેડીટેક, સોલેક્સ એનર્જી લિ., બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિ., ડો.રેડ્ડી ફાઉન્ડેશન, શ્રી વેંકટેશ ઇન્ટરનેશનલ લિ.દેવચંદ એન્જીનીયર્સ પ્રા.લિ., રાજહંસ ગ્રુપ, ,એચ. એલ. ઈ. ગ્લાસકોટ લિ., ધ્રુ મોટર્સ, ગ્લોબેલા ફાર્મા. લિ. નેલ્સન ગ્લોબલ પ્રોડક્ટ્સ ઇન્ડિયા પ્રા. લિ., આશિ કેમ, બ્રેક્સ ઇન્ડિયા લિ., વન્ડર સિમેન્ટ તેમજ સ્ટર્લાઇટ પાવર જેવી નામાંકિત કંપનીઓ મુખ્ય હતી. જોબ ફેરમાં વિવિધ પ્રકારની કુલ ૧૧૪૩ નોકરીઓ માટે દ.ગુજરાતના આઈ. ટી. આઈ., ધો. ૧૨ પાસ, ડિપ્લોમા/ ડિગ્રી એન્જીનીઅરીંગ, એમ. બી. એ/બી.બી. એ., સાયન્સ, આઈ. ટી., ફાર્મસી તેમજ અન્ય સ્નાતક વિદ્યાશાખાના ૧૭૦૦ જેટલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.


જે પૈકી ૭૪૩ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે હાજર રહ્યા હતા, જેમાંથી ૩૨૦ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. જેમાંથી અનુભવી અને ટેક્નિકલ ક્ષેત્રની જગ્યાઓ માટે આગામી દિવસોમાં ઉમેદવારો કંપનીઓમાં ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે જશે. જોબ ફેરમાં રોજગાર ઇચ્છુક ઉમેદવારોમાં કૌશલ્ય વિકાસ માટે જાગૃતિ કેળવાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની તેમજ સી. એસ. આર હેઠળ ચાલતી વિવિધ તાલીમી યોજનાઓનો ઉમેદવાર લાભ લઇ શકે એ માટે જુદા જુદા સ્કિલ સ્ટોલ ઉભા કરાયા હતા. ભરતીમેળાનું આયોજન અને સઁકલન રોજગાર કચેરી-સુરત જિલ્લા કાઉન્સેલર શ્રી બિપીન માંગુકિયા તેમજ SNPITRC કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ડો. જયદિપસિંહ બારડ દ્વારા કરાયું હતું. આગામી દિવસોમાં રોજગાર કચેરી, સુરત અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા બારડોલી તાલુકાના ઉમેદવારો માટે સ્કીલ કાર્યક્રમનું પણ આયોજન થનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application