Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમીટી ‘દિશા‘ની બેઠક યોજાઈ

  • March 21, 2023 

તાપી જિલ્લા ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમીટી ‘દિશા’ની બેઠક તા.૧૮/૦૩/૨૦૨૩નાં રોજ કલેકટર કચેરીનાં સભાખંડમાં સાંસદના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, કલેકટર, ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ‘દિશા’ની બેઠકને સંબોધતા સાંસદએ તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે રાજ્યના આદિજાતિ વિભાગ અને પ્રવાસન વિભાગના સહયોગથી સૌપ્રથમવાર પલાસપર્વ-૨૦૨૩ની ઉજવણી કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રની જહેમતભરી કામગીરીને બિરદાવી હતી. આ અનોખી પહેલને સફળતાપૂર્વક પાર પાડવામાં અથાગ પ્રયાસ કરનાર તમામ અધિકારી અને પદાધિકારીઓને સાંસદએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.






બારડોલી પોસ્ટ સમગ્ર ભારતમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની કામગીરીમા પ્રથમ નંબરે આવતા કામગીરીને બિરદાવી પોસ્ટના અધિકારી અરવિંદકુમારને સુરત, તાપી, ડાંગની ગૌરવરૂપ કામગીરી માટે સાંસદ સહિત મહાનુભાવો દ્વારા આ ગૌરવને વધાવી સન્માન કરાયું હતું. સાંસદએ તમામ યોજનાઓની માહે-ડિસેમ્બર-૨૦૨૨ અંતિત પ્રગતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ તમામ તાલુકાઓને આવરી લેવાના રહેશે. ૬૦ઃ૪૦નો રેશિયો અચૂક જળવાવો જોઈએ. દરેક તાલુકાઓમાં ગુણવત્તાલક્ષી કામ થવું જોઈએ. અને શ્રમિકોને રોજગારીનું નિયમિત ચૂકવણું કરવાનુ રહેશે. સામુહિક શૌચાલયો એકદમ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતોની જવાબદારી છે.






સ્વચ્છતા સાથે જોડાયેલી બાબત હોવાથી કાયમી વ્યવસ્થા ઉભી કરવા સાંસદએ અનુરોધ કર્યો હતો. કલેકટરએ જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત’ મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના બ્યુટીફિકેશન સાથે નિર્માણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સિંચાઈ વિભાગને તાકીદ કરી હતી. સાથે દરેક કામોમાં પેવર બ્લોક માત્ર વોક-વે પુરતા જ સીમીત રખાય અને વૃક્ષારોપાણ સહિત કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખએ સૂચન કર્યું હતું કે દ.ગુ.વીજ.કું. દ્વારા આદિવાસી વિસ્તારમાં નાના માણસોને મોટો દંડ કરવામાં આવે છે જે વ્યાજબી નથી. નાના માણસ પાસે એક-બે વીજળીના ગોળા સિવાય વધુ કાંઇ હોતુ નથી.






જિલ્લા ગ્રામ વિકાસ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બર-૨૨ અંતિત મનરેગા હેઠળ કુલ ૮૧૨૬ કામોના લક્ષ્યાંક સામે ૬૩૯ કામો પૂર્ણ થયા છે જ્યારે ૨૬૦૧ કામો પ્રગતિ હેઠળ છે. જેમાં ૮૭૫૬ લાખનો ખર્ચ થયેલ છે. અને ૧૭૮૮૫૯૭ માનવદિન થયેલ છે. એન.આ.એલ.એમ. મિશન મંગલમ હેઠળ સ્વસહાય જૂથ રચના લક્ષ્યાંક ૫૫૦ સામે ૫૫૩ જૂથ બનાવીને સો ટકા સિધ્ધિ હાંસલ કરી છે. આ જૂથોને રીવોલ્વીંગ ફંડ ૭૧ ટકા સિધ્ધિ મેળવી છે. પી.એમ.જી.એસ.વાય ૨૦૧૮-૧૯માં રસ્તા, પુલો નિર્માણમાં રૂ.૧૧૯૨ લાખનો ખર્ચ થયેલ છે. જ્યારે વર્ષ૨૦૧૯-૨૦માં ૨૩૬૨ લાખનો ખર્ચ થયેલ છે.






વ્યારા તથા નિઝર પ્રાંત કચેરી દ્વારા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રિય વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનામાં સો ટકા સિધ્ધિ સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઈન્દિરા ગાંધી નેશનલ ડિસએબીલીટી પેન્શન સ્કીમ દ્વારા ૧૬૩ દિવ્યાંગોને ૧૪.૪૪ લાખના ખર્ચે લાભ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વ્યારા નગરપાલિકા દ્વારા ૩૯૮ લાભાર્થીઓ પૈકી ૩૮૩ને મંજૂરી પત્ર આપ્વામાં આવ્યા છે. જ્યારે સોનગઢ નગરપાલિકા દ્વારા ૪૨૨ લાભાર્થીઓ પૈકી ૪૧૦ના મંજૂર થયા છે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ૫૭૩૬ના લક્ષ્યાંક સામે ૫૧૩૭ આવાસો પૂર્ણ થયેલ છે. ૮૯ ટકા સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે નલ સે જલ કુલ ૯૭૭ યોજનાઓ પૈકી ૬૨૫ યોજનાઓ પૂર્ણ અને ૩૫૨ પ્રગતિ હેઠળ છે.






પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ હેઠળ ૩૬.૮૮ લાખનો ખર્ચ રેઈન હાર્વેસ્ટીંગ, સ્ટ્રીટ લાઈટ, સેનેટરી નેપકીન યુનીટ, કૌશલ્યવર્ધન સોલાર માઈક્રો ગ્રીડ મોડેલ આંગણવાડી, સ્માર્ટ સ્કુલ ગરામ હાટ જેવા કામો માટે ૧૪૯૭ લાખ સામે ૯૮૮ લાખનો ખર્ચ થયેલ છે. ખેતીવાડી યોજાનામાં ૮૯૧૦૪ ભૌતિક લક્ષ્યાંક સામે ૬૮૦૬૮ મેળવેલ સિધ્ધિ ૮૬૩.૫૪ લાખનો ખર્ચ થયેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ૨૧૫૮ લાભાર્થીઓને લાભ અપાયો છે. જનની સુરક્ષા હેઠળ ૩૪૧૨ લાભાર્થીઓને લાભ અાપવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં રૂ.૩૬૦૧ લાખના લક્ષ્યાંક સામે રૂ.૨૩૭૨ ગ્રાન્ટ મળી અને રૂ.૧૭૭૧ લાખનો ખર્ચ થયેલ છે.






૭૪ ટકા સિધ્ધિ મેળવેલ છે. આઈસીડીએસ દ્વારા ૯૭.૭૬ ટકા સિધ્ધિ મેળવવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજનામાં ૧૦૦૮ લાખની ગ્રાન્ટ સામે રૂપિયા ૮૫૦ લાખનો ખર્ચ થયેલ છે. ૮૪.૩૧ ટકા સિધ્ધિ મળેલ છે. દિશાની આ બેઠકમાં વ્યારા નગરપાલિકા પ્રમુખ, વ્યારા તાલુકા પ્રમુખ, ઉચ્છલ તાલુકા પ્રમુખ, નાયબ વન સંરક્ષક, વ્યારા પ્રાંત, નિઝર પ્રાંત સહિત સમિતિના સભ્યો, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપ્સ્થિત રહ્યા હતા. આભારવિધિ ગ્રામવિકાસ નિયામકએ કરી હતી. મીલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે તમામ મહાનુભાવોને પરંપરિક ધાન્યોની ટોપલીઓ અર્પણ કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application