તાપી જિલ્લામાં સ્થાનિકોને જાણ કર્યા વિના ડ્રોન દ્વારા માપણી કરવામાં આવતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે,જોકે આ મામલે જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપી વિસ્તૃતમાં માહિતી મેળવાવ માટે પ્રયત્ન કર્યા હતા,જેને લઇ આજરોજ ફરી એકવાર સોનગઢ તાલુકાના બે ગામના લોકોએ અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
સોનગઢ તાલુકાના સિંગલખાંચ અને પાથરડા ગામોમાં ડ્રોન દ્વારા એકાએક માપણી કરવામાં સ્થાનિકો લોકો મૂંઝવણમાં મુકાયા છે, જોકે આજરોજ વિસ્તૃત જાણકારી મેળવવા બાબતે અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર આપ્યું છે,તે અનુસાર ગત તારીખ ૨૭મી ઓગસ્ટ ૨૦૨૨ નારોજ સિંગલખાંચ અને પાથરડા ગામોમાં અજાણ્યા ઇસમો થકી ડ્રોન તથા અન્ય માપણીના સાધનો થકી માપણી તથા સર્વે કરવામાં આવ્યો છે. જે માપણી અનુસંધાને ગામ લોકો થકી તેઓને માપણીના કારણો પૂછવામાં આવતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો નહતો.
જેને લઇ બંને ગામના ભાઈઓ તથા આગેવાનો ભેગા થઈ ઉકાઈ પંચાયત તથા તાલુકા મામલતદારને પણ પત્ર થકી જાણ કરેલ હોય તેમજ આ બાબતે તા.૫મી સપ્ટેમ્બર ૨૦૨૨ નારોજ જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી,તે દરમિયાન સાહેબે જણાવેલ કે,ઉકાઈ સર્કલ ઓફિસમાંથી આવેલ પરમિશન પત્ર હેઠળ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવા માટેની પરમિશન આપેલ હોય માટે આ સંદર્ભે વિસ્તૃતમાં માહિતી આપને ઉકાઈ સર્કલના અધિકારી પાસેથી મળશે,તેમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટએ જણાવેલ માટે આજરોજ વિસ્તૃત તથા સંતોષકારક માહિતી મેળવવા અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500