માંડવી તાલુકામાં મોટાપાયે ખનિજની ચોરી થતી હોવાની જાણ થતાં ભૂસ્તર વિભાગ દ્વારા તાપી નદી કિનારે દરોડા પાડવામાં આવ્યા હતા, શનિવારના રોજ માંડવીના અંત્રોલી ગામે મોટા પાયે મોહરમનું ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની જાણ ભૂસ્તર વિભાગને થઈ હતી.જે અંગે ભૂસ્તર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતાં ઘટના સ્થળ પરથી એક જેસીબી અને ટ્રક ને ઝડપી પાડી આશરે કુલ રૂપિયા 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ કરતાં કિરણભાઈ ડાહ્યાભાઈ ચૌધરી દ્વારા ગેરકાયદે પ્રવૃત્તી ચાલતી હોવાનું બહાર આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application