Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામમાં બીજા માળેથી નીચે પટકાતા પરણિત મહિલાનું મોત નિપજ્યું

  • December 01, 2024 

વલસાડ જિલ્લાનાં ઉમરગામમાં સાંઈ પેલેસના રૂમ નં.૨૦૨માં ઈન્તેખાબ આલમ ગુલામનબી ખલી પરિવાર સાથે રહે છે. ઈન્તેખાબ આલમની પત્ની પરવીન ઇન્તેખાબ આલમ ખલીજ્ઞ (ઉ.વ.૩૨)ને ઘણા સમયથી સંતાન નહીં રહેતા ઘણી દવાઓ અને ઓપરેશનો કરવા છતાં ડોક્ટરે સંતાન પ્રાપ્તિની શક્યતા ઓછી હોવાનું જણાવાતા પરવીન માનસિક તણાવમાં રહેતા હોવાથી ઊંઘની ગોળીઓ લેતી હતી. શુક્રવારના રોજ ઘરે જમવા બાબતે સાસુ પરવીનબાનુ સાથે તેણીને બોલાચાલી થતાં પરવીને જમવા વગર ઊંઘની ગોળીઓ લીધી હતી. ત્યારબાદ રાતનાં પતિ ઘરના બીજા રૂમમાં ખુરશી ઉપર બેસી ફોન ઉપર વાત કરતા હતા. તે સમયે તેના પાછળથી ઓશીકું લઈને પરવીન સ્લાઇ ડરવાળી બારી પાસે બેસવા જતાં બીજા માળેથી નીચે પડી જતા શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે ઉમરગામની મમતા હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે પરવીનને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે ઉમરગામ પોલીસને જાણ થતાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application