Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી માટે મામેરામાં વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ : ભગવાનનાં મોસાળમાં જોવા મળ્યો ભક્તિમય માહોલ

  • June 20, 2023 

દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદનાં જમાલપુર ખાતેથી નીકળી છે. દર વર્ષે હર્ષોઉલ્લાસથી આ યાત્રા નીકળે છે જેમા હજારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. ત્યારે રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીને માટે મામેરામાં વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવશે. ભગવાનના મોસાળમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.



આજે શહેરમાં રથયાત્રા 21 કિલોમીટર લાંબા રૂટની રથયાત્રા પોલીસના ચુસ્ત બદોબસ્ત વચ્ચે નીકળશે. આ રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સરસરપુરમાં મોસાળે મામેરાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને મામેરામાં કલાત્મક વાઘા આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, ચાંદીની નથણી ચઢાવાશે. આ ઉપરાંત સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવશે. ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના કુંડળ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હાર ચડાવાશે.



ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, ઝભ્ભા અને ધોતી પણ અપર્ણ કરાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે ત્યારે  72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથ પર બિરાજમાન થયા હતા તેમજ હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે રથયાત્રા નીકળી છે. આ રથયાત્રામાં ભક્તો માટે 5 હજાર કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આજે કડક સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળી છે જેમા વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. આ ઉપરાંત 11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 35 કંપની એસઆરપી/સીઆરપીએફ, 6 હજાર હોમગાર્ડ ખડેપગે છે. ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application