દેશમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરાસાદ પડવાની સ્થિતિ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યો માટે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. વિભાગનાં જણાવ્યા મુજબ તારીખ 27, 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન દેશનાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કરવાની સાથે એલર્ટ પણ જાહેર કર્યું છે. IMDએ આજે આજે આપેલી આગાહી મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ પડી શકે છે. આગાહી મુજબ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બરે મૂશળધાર વરસાદ પડી શકે છે, જ્યારે બીજી ઓક્ટોબરે પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ઝારખંડમાં તારીખ 26 સપ્ટેમ્બરે, બિહારમાં 26 અને 27 સપ્ટેમ્બરે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તારીખ 26, 27 તેમજ 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 26 સપ્ટેમ્બરે વરસાદ, ઝારખંડમાં 27 સપ્ટેમ્બરે અને બિહારમાં 28 સપ્ટેમ્બરે ભારે વરસાદ, અરુણાચલ પ્રદેશમાં 27 અને 28 સપ્ટેમ્બર તેમજ પહેલી અને બીજી ઓક્ટોબરે ભારે વરસાદ, આસામ અને મેઘાલયમાં 27થી 28 સપ્ટેમ્બર અને પછી 30 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500